સામાજિક પ્રવૃત્તિઓ


social activity

સામાજિક પ્રવૃત્તિઓ

દરેક વ્યકિત સમાજ સાથે જોડાયેલ હોય છે. વ્યકિતના શુધ્ધ વિચારો સમાજના વિકાસનો આધાર છે. સમાજ પ્રત્યેની પોતાની ફરજ, લાગણી વ્યકિતમાં તો જ આવે જો એ નાની વયથી જ સામાજિક પ્રવૃત્તિમાં જોડાય. અમારી શાળામાં ધો.પ થી ૧ર સુધીની દરેક વિદ્યાર્થીનીને સામાજિક પ્રવૃતિમાં જોડવામાં આવે છે. જેના દ્વારા તેઓમાં સમાજ તેમજ રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ ઉત્પન્ન થાય. શાળામાં રકતદાન કેમ્પ, સ્વચ્છતાદિનની ઉજવણી, વિશિષ્ટ દિન, વ્યસનમુકિત, બેટી બચાવો જેવા સામાજિક મુદાઓ પર પ્રવૃતિ કરાવી દિકરીઓમાં સમાજના શ્રેષ્ઠ નાગરિકના વલણો વિકસાવવામાં આવે છે.