પાણીની સગવડતા

દીકરીઓને પીવાનું ચોખ્ખું અને ઠંડું પાણી મળી રહે તે માટે બે મિનરલ વોટર પ્લાન્ટની વ્યવસ્થા કરેલ છે તેમજ નાહ્વા - ધોવા તેમજ સફાઈમાં જરૂરિયાત પ્રમાણેના સ્નાનાગૃહ તેમજ ટોયલેટ બ્લોકની વ્યવસ્થા છે. અન્ય સફાઈ માટે બે પાણીના ટાંકાની સુવિધા છે. શાળામાં અને હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓ માટે ખૂબ જ શુદ્ઘ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

સુરક્ષા વ્યવસ્થા

દીકરીઓ નિર્ભય વાતાવરણમાં મુક્ત રીતે રહી શકે તે બાબત અતિ મહત્વની છે.અહીં સંપૂર્ણ સમય માટે ચોકીદારો રાખવામાં આવ્યા છે તેમજ છાત્રાલયના બન્ને લોખંડી દરવાજાઓ રાત્રે બંધ રાખવામાં આવે છે. પ્રવેશ ક્તાર્ડ હોય તો જ તેમને વિદ્યાર્થીનીને મળવાની પરવાનગી આપવામાં આવે છે. તે સાથે છાત્રાલયમાં અગ્નિશામક સાધન પણ વસાવવામાં આવેલ છે. શાળાના બંને ગેટ પર ર૪ કલાક અને ૩૬પ દિવસ પહેરેદારી રહે છે.