logo
logo
મેનુ
  • મુખ્ય પાનું
  • અમારા વિશે
    • શાળા વિશે
    • હેતુ અને ઉદ્દેશ
    • આચાર્યશ્રીનો સંદેશ
    • મહંત સ્વામીનો સંદેશ
    • ટ્રસ્ટીઓનો સંદેશ
  • સુવિધાઓ
    • છાત્રાલયની સુવિધાઓ
    • શાળાની સુવિધાઓ
    • અન્ય સુવિધાઓ
  • સ્ટાફની માહિતી
    • અંગ્રેજી માધ્યમ
    • ગુજરાતી માધ્યમ
  • સમિતિ
    • કાર્યવાહક સમિતિ
    • શિક્ષણ સમિતિ
  • પ્રવૃત્તિઓ
    • ઇતર પ્રવૃત્તિઓ
    • સામાજિક પ્રવૃત્તિઓ
    • સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ
    • પ્રવાસ
    • રમતો
    • વાલી સભા
  • ગેલેરી
  • સમાચાર
  • અમારો સંપર્ક

આચાર્યશ્રીનો સંદેશ

  • મુખ્ય પાનું
  • આચાર્યશ્રીનો સંદેશ

Principal of SSKV

Principal of SSKV

દક્ષાબેન એ. પિંડોરીયા

શાળા એટલે એવી દિવ્ય જ્ઞાનભુમિ જયાં સંસ્કાર, સૌરભ અને જ્ઞાનગંગા વહે. જે જીવન જીવવા માટેની દિવ્યઔષધિઓ તૈયાર કરતું ઉપવન અને આવા જ દિવ્યઔષધિઓ તૈયાર કરતાં ઉપવનમાં નાના સુંદર - સુગંધિત ફુલો ખીલીને એક મધમધતુ જીવન તૈયાર કરતી તીર્થભૂમિ એટલે શાળા. શિક્ષણ એ જીવનના દરેક ક્ષેત્રને સ્પર્શતો વિષય છે. સમાજ, રાષ્ટ્ર કે વિશ્વની કોઈ પણ વ્યકિત શિક્ષણથી અલિપ્ત રહી શકે તેમ નથી. શિક્ષણ જીવન જેટલું જ વિશાળ અને ઊંડાણ ધરાવે છે. શિક્ષણ એ માત્ર વૈધિક શિક્ષણ પૂરતું સીમિત રહયું નથી. તે તો ગર્ભાધાનથી મૃત્યુ પર્યંતની પ્રક્રિયા છે. દિવ્ય જ્ઞાનરૂપી વિચારને હકીકતમાં ફેરવતું સ્વપ્ન એટલે 'શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિર.' જે શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા સ્થપાયેલ પ્રથમ કન્યા શાળા છે. આ શાળા જૂન ર૦૦૬થી ધો.૮ના એક વર્ગમાં કુલ 68 વિદ્યાર્થીનીઓ અને ત્રણ શિક્ષિકા બહેનોથી શરૂ કરવામાં આવી છે.

'' મનુષ્ય શરીરમાં અને આત્મામાં જે શ્રેષ્ઠ છે તેને બહાર લાવવું તેનું નામ શિક્ષણ.''
'' પ્રવૃતિ ક્રિયા-ઉદ્યોગ-કાર્યાનુભવ-સર્જન દ્વારા શિક્ષણ..........''

વાસ્તવિક જીવનમાં પ્રત્યેક મહાન કાર્યનો આરંભ શ્રધ્ધા અને આત્મવિશ્વાસથી થાય છે અને એનાથી જ પ્રગતિનું પહેલું પગલું મંડાય છે. એમાંય જો શિક્ષણ સાથે સંસ્કારનું ભાથું હોય તો જીવનની મુસાફરી વધુ સાર્થક બને છે. જેમ તોફાની બનેલા સાગર વચ્ચે ઝોલા ખાતી હોડી તેના સ્થિર નાવિકથી જ રક્ષાયેલી હોય છે. તેમ વર્તમાન સમયે હીન વિચારોના આક્રમણ વચ્ચે કન્યાઓના મન, વચન અને કર્મોને ઊધ્વગતિ પ્રદાન કરવા કન્યા વિદ્યામંદિરનું સંચાલન અગત્યનો ભાગ ભજવે છે. કોઈ પણ સંસ્થાની સફળતા તેના પારદર્શી સંચાલક મંડળ પર અવલંબે છે.

''શાળા ત્યારે જ વિદ્યામંદિર બની શકે જયારે વિદ્યાર્થિ, વાલી અને સમાજ સહુ શાળાને શિક્ષણ માટેની સાધનાભૂમિ બનાવે. જયાં નિયમિતતા, પવિત્રતા અને જ્ઞાનપિપાસાની સરવાણી વહેતી હોય.''

શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા આજ દિન સુધી માત્ર દિકરાઓ માટે જ ગુરૂકુળની રચના થઈ છે, પરંતુ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા સૌપ્રથમ દીકરીઓ માટે છાત્રાલયની સ્થાપના કરી દીકરીઓમાં સંસ્કાર સિંચન કરવાની પવિત્ર શરૂઆત કરી છે. તે કન્યા શિક્ષણના ક્ષેત્રમાં બહુ મોટી ક્રાંતિકારી પહેલ છે. જે માત્ર કન્યાઓના જીવનને જ નહિ પરંતુ સમગ્ર સમાજને નવી દિશા આપશે. 'સરસ મજાની જિંદગી એ છે જેમાં જ્ઞાનરૂપી માર્ગદર્શન હોય અને પ્રેમની પ્રેરણા હોય.' આવા જ જ્ઞાનરૂપી માર્ગદર્શન અને વહાલનું સમન્વય એટલે શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિર.

શાળા વિશે

શ્રી સ્વામિનારાયણ કન્યા છાત્રાલય એટલે આધુનિક સમયમાં પ્રાચીન ગુરૂકુળનો આદર્શ વિચાર કે જ્યાં વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહી છે. જ્યાં વિદ્યાર્થિનીઓના અભ્યાસની સાથે જીવન ઘડતરનો સમન્વય થાય છે. જેથી અભ્યાસ પૂર્ણ કરી ભવિષ્યમાં સમાજ અને દેશને એક આદર્શ નાગરિક આપવાની સમર્થતા કેળવાય છે.

મહત્વના પેજ

  • કાર્યવાહક સમિતિ
  • શિક્ષણ સમિતિ
  • છાત્રાલયની સુવિધાઓ
  • શાળાની સુવિધાઓ
  • અન્ય સુવિધાઓ

Facebook

    Shree Sahajanand Girls Institute Mirzapar - Bhuj

અમારો સંપર્ક

સરનામું : મીરજાપર ભુજ-કચ્છ

ફોન નંબર : (02832) 230731 - 220223

કોપીરાઈટ © 2025 શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિર

  • Designed by : Shreesoftech